1.1
વિષય પ્રવેશ_-
શાંતિનિકેતન (પ. બંગાળ) ખાતે 3 નવેમ્બર,
1933ના રોજ જેમનો જન્ થયો તેવા
અમર્ત્યસેને અર્થશાસ્ત્ર વિષય્ક અભ્યાસ
1956માં કેમ્બ્રિજ યુનિ.માં પૂર્ણ કર્યો.તેઓ પોતાના જગવિખ્યાત
આંતરરાષ્ટ્રિય દરજ્જાના આર્થિક મેગેજિન ‘ક્વાર્ટરલી જર્નલ ઓફ ઈકોનોમિક્સ’ના લેખ દ્વારા તેઓ
આંતરરાષ્ટ્રિય દરજ્જાના અર્થશાસ્ત્રી તરીકે ગણાયા.શરૂઆતમાં દિલ્હી સ્કૂલ ઓફ
ઈકોનોમિક્સ માં અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે જોડાયા. 1960 થી 1963 દરમ્યાન તેઓ
અમેરિકાની માસેચ્યુસેટ્સ ઇંસ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજીમાં આસિસ્ટંટ પ્રોફેસર અને
સ્ટેંડફર્ડ યુનિવર્સિટીમાં મુલાકાતી અધ્યાપક તરીકે જોડાયા.. 1971થી તેઓ લંડન ઓફ
ઈકોનોમિક્સમાં અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક હતા.
1980થી 1988 ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ડુમોંડ પ્રોફેસર ઓફ પોલીટીકલ ઈકોનોમી અને ઓલ સાઉલ્સ કોલેજ માં ફેલો તરીકે વ્યસ્ત
રહ્યા. 1988થી 1998 દરમ્યાન હાવર્ડ યુનિવર્સિટીમાં લેમોન્ટ પ્રોફેસર ઓફ ઈકોનોમિક્સ
એન્ડ ફિલોસોફી તરીકે કામ કર્યું. છેલ્લે 1998થી આજપર્યંત યુ.કે. ની કેમ્બ્રિજ
યુનિવર્સિટીમાં ટ્રિનિટી કોલેજમાં માસ્ટર તરીકે વ્યસ્ત છે.
બાલપણથી
જ સેનના રસના વિષયોમા ગરીબોના કલ્યાણ અને શિક્ષણના પ્રશ્નોનું સ્થાન રહ્યું, તેમ
લલિત મોહનજી જણાવે છે. શાંતિનિકેતનના મુક્ત અને ઉમદા પર્યાવરણમાં ઉછરેલા સેનને આજ
સ્થળેથી તર્કબધ્ધ આર્થિક વિચારો અને વાતો પ્રાપ્ત થયા
“If you haven’t heard of him,
he’s known as the Mother Teresa of economics in his native India , and has
spent a lifetime fighting poverty with analysis rather than activism. Awarded the
Nobel Prize in Economic Sciences in 1998, for his contributions to welfare
economics and interest in the problems of society's poorest members, Sen is
best known for his work on the causes of famine. He is currently Professor of
Economics and Philosophy at Harvard University, as well as being a senior
fellow at the Harvard Society of Fellows, distinguished fellow of All Souls
College, Oxford and a Fellow of Trinity College, Cambridge, where he previously
served as Master from 1998 to 2004.”
1.2 સેનના અર્થશાસ્ત્રનો આછેરો
પરિચય --
#
પ્રથમ તબક્કો—1956 થી 1962-
1956માં 23 વર્ષની ઉંમરે “ ધ ઈકોનોમિકક વિકલી” માં
ડોક્ટરેટની ડિગ્રી માટેનો
શોધનિબંધનો આધાર લઈ સામયિકોમાં પદાર્પણ કર્યું. તેમણે સમયે સમયે 20થી
વધુ પુસ્તકો અને 250થી વધુ
સંશોધન લેખો લખ્યા. 1956થી 1958 તેમણે
પશ્ચિમની અને ભારતની દર્શન શાસ્ત્રિય પરંપરાઓનો અભ્યાસ કર્યો. જેમાં
આર્થિક
પ્રશ્નોને
તેના મુળ સત્યના પ્રકાશમાં તપાસવાની દ્રષ્ટિ કેળવી શક્યા. તેમણે આર્થિક
વ્રુધ્ધિના મોડેલો વિષે લખ્યું. 1956થી 1958 દરમ્યાન તેમણે ડો. કે.એન રાજ સાથે
મળીને
વિકાસનું રાજ--સેન મોડેલ
રજુ કર્યું.
આ સમય
દરમ્યાન---
*
થોડા મતમતાંતર સાથે ભારતે અપનાવેલ “મહાલ
નોબિસ મોડેલ”
ને ટેકો આપ્યો.
·
તેમણે
ડોક્ટરેટની પદવી માટેના મહાનિબંધ –“ચોઈસ
ટેકનિક” (ટેકનોલોજીની પસંદગી”) નું પ્રકાશન કર્યું.
·
ક્રુષિ
અર્થશાસ્ત્ર માં જમીનના કદ અને ઉત્પાદકતા વચ્ચેનો સંબંધ
તપાસતો લેખ પ્રસારિત કર્યો.
·
ભારતીય
અર્થકારણમા ચાલુ મૂડીના અદાજો, શિક્ષણનું અર્થશાસ્ત્ર અને આર્થિક વ્રુધ્ધિના
સિધ્ધાંતો તથા ભારતના ઇતિહાસ સંબંધી લખતા
રહ્યા.
·
સામાજિક
પસંદગીના ક્ષેત્રે કરેલા શકવર્તી પ્રકાશનો પ્રસિધ્ધ થયાં.
# બીજો તબક્કો-1963 થી 1970-
આ સમયગાળા દર્મ્યાન દિલ્હી સ્કૂલ ઓફ
ઈકોનોમિક્સ નો કાર્યકાળ તેમણે સામાજિક
પસંદગી ના સિધ્ધાંત ઘડતર માટે ઉપયોગમાં લીધો. કેનેથ એરોના “અસંભવના “પ્રમેય
પાદસે અટકેલો સામાજિક પસંદગીનો સિધ્ધાંત કલ્યાણ અને પસંદગીનો સિધ્ધાંતનો
કૂટ્પ્રશ્ન તેમણે ઉકેલ્યો. લોકશાહીમા સામાજિક
કલ્યાણ અને પસંદગી નક્કી કરવાના ધોરણો વિચારાયા.
1970માં ‘ સામુદાયિક પસંદગીઓ અને સામાજિક કલ્યાણ’—કલેક્ટીવ ચોઈસ એંડ સોસીઅલ
વેલ્ફેર’ એ નામનું પુસ્તક પ્રકાશિત
કર્યું.
#
ત્રીજો તબક્કો-1971 થી 1980
સેને આ ગાળા દરમ્યાન વ્રુધ્ધિનું અર્થશાસ્ત્ર ,
મૂડીરોકાણોમાં ધોરણો, આર્થિક અસમાનતા ઈત્યાદિ વિષયોમા પુસ્તકો લખ્યા.
#ચોથો
તબક્કો- 1985 થી 2000
સેને લોક્સામર્થ્ય અને લોકક્ષમતા ધ્યાને રાખી “વસ્તુઓ અને ક્ષમતા” પુસ્તક પ્રકાશિત કર્યું. આ પુસ્તકમાં સેને પુરાવાજન્ય અભ્યાસોની મદદથી
તેમના કેન્દ્રવર્તી વિચારોને સબળ ટેકો આપ્યો. સેન અતિવ્રુષ્ટિ કે અનાવ્રુષ્ટિ જેવી
કુદરતી બાબતો પણ નિષ્ફળતાને માટે જવાબદાર માને છે. 1987માં સેનના રોયર
વ્યાખ્યાનોના સંકલન રૂપે 1987માં પુસ્તક “નીતિશસ્ત્ર
અને અર્થશાસ્ત્ર” – ઓન એથીક્સ એંડ ઈકોનોમિક્સ “- પ્રકાશિત થયું. 1986માં કલકત્તામા ઇંડિયન ઇકોનોમિક્સ
એસોસિએશનની વાર્ષિક પરિષદ દરમ્યાન સેનનું આકર્શણ વધતું લાગ્યું. 1989માં એથેંસ
ખાતે ભરાયેલી વિશ્વ અર્થશાસ્ત્રના પરિષદના એક ભાગ રૂપે સેને “અન્ન સુરક્ષા” સંબંધી
પેનલ ચર્ચાનું આયોજન કર્યું.
નોબલ પુરસ્કાર મળ્યા પછી
તુરત જ તેમણે “ વિકાસ એટલે સ્વાતંત્ર્ય”- ડેવલપમેંટ એજઃ ફ્રિડમ”—નામના પુસ્તકની ભેટ આપી. જેમાં સેન કાદરમિયા નામના
મુસ્લિમ કારીગરનું કોમી દંગલો દરમ્યાન તેમના ફળિયામાં જ ખૂન થતું જોયું.ત્યારે
તેમને લાગ્યં કે જો તે ગરીબને રોજી-રોટી રળવાની આટલી ચિંતા ના હોત તો તે કોમી
દંગલોમાં શા માટે નિકળવાની ભૂલ કરત? સાચે જ વિકાસ એટલે વ્યક્તિના સ્વાતંત્ર્યમાં વધારો-
1998માં “ઓળખ પૂર્વેનો તર્ક”- રીજન બિફોર આઇડન્ટીટી”- આ વ્યાખ્યાનોનુ પુસ્તકમાં નિરૂપણ આપ્યું. 1999માં “ “ઉપયોગિતાવાદ અને તેથી આગળ “ –યુટિલાઈજેશન એન્ડ બિયોન્ડ”નામના પુસ્તકમા આ અર્થશાસ્ત્ર અને નીતિશાસ્ત્રની
અભિન્નતાનો વિવાદ દાર્શનિક પાયા પર રહ્યો.
# પાંચમો તબક્કો-2001 થી 2005-
સ્વાતંત્ર્યના ખ્યાલમાં
સામાજિક સાયન્સ માં અર્થશાસ્ત્ર કેન્દ્રસ્શાને છે , તેવું તપાસવા તાર્કિક ધોરણો
સ્વીકાર્યા અને “તાર્કિકતા અને સ્વાતંત્ર્ય” – રેશનાલિટી એન્ડ ફ્રિડમ “નામના પુસ્તકને પ્રકાશિત કર્યું. 2005ની સાલમાં તેમણે
‘ વાદ- વિવાદ પ્રિય ભારત”- ધ આર્ગ્યુમેન્ટેટીવ ઈન્ડિયન “-આ પુસ્તક આપ્યું.
# છઠ્ઠો તબક્કો-2006 થી અત્યારે-
ધર્મ અને સંપ્રદાયો આધારિત
ઓળખ એ હિસાનું કારણ બની રહેશે એવી ભીતિ બતાવી બૌધ્ધિકો ના વર્ગમાં સંવેદના જગાડવા “ઓળખ અને હિંસા”-આઇડેન્ટિટિ
ઓફ વાયોલેન્સ “નામની પુસ્તકની રચના કરી. The gains of those who have done
well are, of course, positive achievements, and there is nothing wrong in
celebrating their better lives. But an exaggerated concentration on their
lives, fed partly by media interest, gives an unreal picture of the rosiness of
what is happening to Indians in general, and this does not help a broader
public dialogue.
1.2
સેનના
અન્ય લેખકો સાથે સહ સંપાદિત લેખો-
અ.
જીન ડ્રેજ-સાથેના સેનના સંપાદનો—
* ભૂખનુ રાજકીય અર્થકારણ-પોલિટિકલ
એકોનોમી એન્ડ હંગર
*
ભૂખ અને જાહેર કાર્ય- હંગર એન્ડપ્બ્લિક એક્શન
* વિકસતા દેશોમાં સામાજિક સુરક્ષા-સોસિયલ સિક્યોરિટી ઇન ડેવલોપિંગ કંટ્રિજ્
*ભારતનો વિકાસ –ઇંડિયન ડેવલોપમેન્ટ
* ભારત: વિકાસ અને ભાગિદારી- ઈન્ડિયા:
ડેવલોપમેન્ટ
બ.
મારથા નુસબોમ સાથે સેનના સંપાદનો-
* જીવનની
ગુણવત્તા - ક્વોલિટી ઓફ લાઈફ
*આર્થિક અસમાનતા અંગે –ઓન ઈકોનોમિક ઈનઈક્વાલિટી
* અસમાનતાનું પુન: પરીક્ષણ- ઇન ઇક્વાલિટી રીએક્જામીન્ડ
*પસંદગી, કલ્યાણ અને માપન- ચોઇસ, વેલ્ફેર
એન્ડમેજરમેન્ટ
* સંસાધનો, મૂલ્યો અને વિકાસ- રિસોર્સ,વેલ્યુ
એન્ડડેવલોપમેન્ટ
1.3
સમાપન_
આમ સેનનું અર્થશાસ્ત્ર એકંદરે ગરીબી, ભૂખમરો,
આર્થિક અને સામાજિક અસમાનતા, સામાજિક કલ્યાણ અને આર્થિક વિકાસ સંબંધી પ્રશ્નો જેવા
વિષયો સાથે રચાયેલું છે.સેન સ્પષ્ટ માને છે કે --
” ભલે લોકો પુનરાવર્તનો માટે ટોકે, પરંતુ જ્યાં સુધી
આર્થિક અને સામાજિક અસમાનતા ચાલુ રહેશે ત્યાસુધી તે સંબંધી ફરી ફરી બોલ્યા કરશું
અને લખ્યા કરશું.”
સંદર્ભ-
1.સેલ્ફબ્લોગ
2. ઇંડિયા ટુડે-અમર્ત્યસેન15.જાન્યુ.201
3. Amartya delivered his speech as part of the London Stock
Exchange Group
series of lectures on the future of global finance, and
the evening was hosted by
LSE Chairma
1 comment:
NICE BLOG!!! Your blog is very informative for us. I would really like to come back again right here for likewise good articles or blog posts. Thanks for sharing a nice information.
bharathiar university distance education mba
Post a Comment