Tuesday, September 11, 2012

સાંપ્રત સમસ્યા અને વિવેકાનંદ



સૈફ પાલનપુરીનો શેર યાદ કરીએ-
ગઝલ જેમ રોશન રહેશે આ મહેફિલ
………… અરીસોય દેખાડી દેશે આ મહેફિલ
ફરી માણસાઈને ઊજવીશું આજે-
………… સંબંધોની એવી કડી સાંપડી છે….
આજે દુનિયા વધુ ને વધુ સાંકડી બનતી ચાલી છે અથવા કહો કે વિશ્વ હવે એક ગામ બની ગયું છે માણસને મળતી મોટાભાગની વસ્તુઓ સુખ સગવડો કે વૈભવ વારસામાં મળી જતાં હોય છે.  આ માટેનું જવાબદાર કારણ એ આપણી યાંત્રિક પ્રકારની જીવનશૈલી ગણી શકાય. આજના જમાનામાં માણસ એટલું બધું ઝડપી અને ઉપરચોટીંયું જીવે છે કે પોતે જ પોતાનાથી જાણે અપરિચિત હોય એવું લાગે. આ પરિસ્થિતિમાં પોતાની આવડત, પોતાનું સામર્થ્ય કે પોતાની પાસેની કિંમતી કે ઉપયોગી વસ્તુની જાણકારી તેની પાસે હોતી નથી  માનવમનની અગાધ શક્તિઓ અને મનુષ્યના અસ્તિત્વના અમાપ અંદાજનો જે નૈસર્ગિક વારસો આપણને મળેલો હોય છે, એમાં આપણે લઘુતા કે દયનીયભાવો અનુભવવાની જરૂર ક્યારેય રહેતી નથી. આપણી આવડતનો અંદાજ અન્ય લોકોને હોય છે, એટલો કદાચ સ્વયમને હોતો નથી.
વર્ષોથી ચાલી આવતી આપણી આર્થિક નીતિઓમાં મોટા પાયે પરિવર્તન લાવવામાં આવી રહ્યું છે. આ બદલાતી જતી આર્થિક વ્યવસ્થાને સરકારે આર્થિક સુધારાઓએવું નામ આપ્યું છે. આપણે એવી સામાજિક પરિસ્થિતિમાં જીવીએ છીએ કે આર્થિક સુધારાઓહોય કે આર્થિક બગાડાઓહોય, આપણે એમને સ્વીકાર્યા વિના છૂટકો નથી. આ આર્થિક સુધારાઓના ફાયદા કેટલાક લોકોને મળવાના છે. સામાન્ય લોકોને પણ એ વધુ-ઓછા પ્રમાણમાં મળશે. ચિંતકો અને તત્વજ્ઞાનીઓ- ચરિત્ર સાહિત્યજગતમાં તેઓની આત્મકથા, ચરિત્રકથા કે અન્ય સર્જકોએ કરેલા રેખાચિત્રોમાંથી ઊપસતા હોય છેત્યારે સ્વામી વિવેકાનંદજીનું જગદગુરુનું સ્વરૂપ ઊપસી આવે છે. 
આર્થિક વ્યવસ્થામાં બદલાવની અસર શિક્ષણવ્યવસ્થા ઉપર પડે એ સ્વાભાવિક છે. હવે વિદ્યાર્થી જ્ઞાન મેળવવા, કશુંક શીખવા કે જાણવા-સમજવા માટે ભણતો નથી, પરંતુ નોકરી-આજીવિકા મેળવવા માટે જ એ ભણે છે. શિક્ષણ દ્વારા આજનો વિદ્યાર્થી એવું જ જ્ઞાન મેળવવા માગે છે કે જેના દ્વારા નોકરી કરીને વધુ ને વધુ પૈસા કમાઈ શકે અને આ નોકરીની ઈચ્છા પૂરી કરવા માટે આજના યુવાનોએ ઘણે દૂર-કુટુંબ છોડીને જવું પડે છે. પતિ-પત્ની બંને જ્યારે નોકરી કરતાં હોય ત્યારે સંઘર્ષના શરૂઆતના દિવસોમાં પોતાનાં મા-બાપને સાથે રાખવાનું શક્ય બનતું નથી. કુટુંબ નાનું હોય અને એમાં પણ જ્યારે આ રીતે વિભાજન આવી પડે છે ત્યારે સંતાનો મા-બાપનો સહારો બની શકતાં નથી. સંયુક્ત કુટુંબની આપણી વ્યવસ્થા હવે આવી રહેલા બદલાવ સામે ટક્કર લઈ શકે તેવું લાગતું નથી. વૃદ્ધાશ્રમોની સંખ્યા વધતી જાય છે. એ પણ આવી રહેલા પરિવર્તનની જ નિશાની છે. દુનિયામાંથી ઘણી પરિચિત વ્યક્તિઓ વિદાય લેતી જાય છે. માણસ એકલો પડતો જાય છે. જિંદગી વધુ ને વધુ સાંકડી થતી જાય છે. અને આ પરિસ્થિતિને ખાળી શકાય, રોકી શકાય એવી શક્યતા દેખાતી નથી. એટલે ગમે કે ન ગમે, માણસે જ પરિસ્થિતિને અનુકૂળ થવાનું શીખવું પડે એમ છે. હવેનો માણસ જીવનની શરૂઆતમાં જ જો વિશાળ અને પહોળો પાયો નહીં બનાવી શકે તો એના ઉપર ચણાયેલી ઈમારત ખખડી જશે અને એને સાથ નહીં આપે. માણસ પોતાની જીવવાની રીતભાતમાં જેટલો ફેરફાર કરી શકશે એટલો જ એ વધુ સુખી થઈ શકશે. જિંદગીની શરૂઆતમાં તો યુવાની હોય, દોડધામ હોય, કોલાહલ હોય, ધન અને કીર્તિ કમાઈ લેવામાં મન રોકાયેલું હોય, પણ ઉત્તરાવસ્થામાં પિરામિડ ઊલટો થઈ જાય છે. અને ઊલટો પિરામીડ સમતુલા જાળવી નથી શકતો ત્યારે માણસ દુઃખીદુઃખી થઈ જાય છે નુકશાન થઈ જશે એવી બીકમાં ને બીકમાં જ આપણે વધુ નુકશાન કરીએ છીએ. અનિષ્ટથી દૂર રહેવાના વધુ પડતા પ્રયત્નને પરિણામે જ આપણે તેના હાથમાં સપડાઈએ છીએ. આપણી આસપાસ કેવા રેંજીપેંજી મૂર્ખાઓને એકઠા કરીએ છીએ ! તે આપણું કંઈ જ ભલું કરતા નથી; ઊલટું જેનાથી આપણે દૂર રહેવા ઈચ્છીએ છીએ તે દુઃખ તરફ જ તે આપણને ખેંચી જાય છે…. અહા ! નિર્ભય બનવું, સાહસિક બનવું તથા કશાની પણ પરવા ન રાખવી એ કેટલું સારું છે વિચારો---
તમે ક્યારેય તારાથી મઢેલા આકાશ સામે નજર કરી છે ?
તમે સૂર્યોદય અને સૂર્યાસ્તના રંગોને ક્યારેય માણ્યા છે ?
ફૂલો, વૃક્ષો, વનસ્પતિ સાથે દોસ્તી બાંધી છે ?
ઝરણાના કાંઠે બેસી એકલાએકલા એનો અવાજ સાંભળ્યો છે ?
પક્ષીઓના સંગીત પર ક્યારેય ધ્યાન આપ્યું છે ?
જંગલમાં, વગડામાં, નદીકાંઠે, પહાડોમાં ક્યારેય ફર્યા છો ખરા ?
ચોમાસાની ધરતીની ભીની સુગંધ ક્યારેય અનુભવી છે ?
 જિંદગીમાં અનેક નાનીમોટી બાબતોમાં જો તમે રસ લીધો હશે તો તમારે કોઈ એકાદ ક્ષેત્રમાં પીછેહઠ કરવાનું બનશે કે કોઈ એકાદ ક્ષેત્રમાં તમને નિષ્ફળતા મળશે તોપણ તમે જિંદગી હારી નહીં જાઓ, બલકે બદલાતા જતા સમયના પ્રવાહમાં ચોક્કસ ગોઠવાઈ જશો. તમને ક્યારેય એકલું નહીં લાગે કે જિંદગી તમારા માટે ક્યારેય બોજારૂપ નહીં બની જાય.  ભારાતીય ચિંતકો અને તત્વજ્ઞાનીઓ- ચરિત્ર સાહિત્યજગતમાં તેઓની આત્મકથા, ચરિત્રકથા કે અન્ય સર્જકોએ કરેલા રેખાચિત્રોમાંથી ઊપસતા હોય છે. સ્વામી વિવેકાનંદજીનું જગદગુરુનું સ્વરૂપ ઊપસી આવે છે. નુકશાન થઈ જશે એવી બીકમાં ને બીકમાં જ આપણે વધુ નુકશાન કરીએ છીએ. અનિષ્ટથી દૂર રહેવાના વધુ પડતા પ્રયત્નને પરિણામે જ આપણે તેના હાથમાં સપડાઈએ છીએ. આપણી આસપાસ કેવા રેંજીપેંજી મૂર્ખાઓને એકઠા કરીએ છીએ ! તે આપણું કંઈ જ ભલું કરતા નથી; ઊલટું જેનાથી આપણે દૂર રહેવા ઈચ્છીએ છીએ તે દુઃખ તરફ જ તે આપણને ખેંચી જાય છે…. અહા ! નિર્ભય બનવું, સાહસિક બનવું તથા કશાની પણ પરવા ન રાખવી એ કેટલું સારું છે ! અહીં ઈ.સ. 1900ની આસપાસનું ભારત અને ભારતીય જનમાનસની છબિ આપણી સામે પ્રગટે છે. આ વિધાનને આધારે કહી શકાય કે એ સમયે ભારતના નેતૃત્વમાં રહેલી નબળાઈઓ, ભાષા, પ્રાંત, કોમ અને જ્ઞાતિભેદ, અંગ્રેજીની શોષણજાતિ, શિક્ષણ, આરોગ્ય, મનુષ્યગૌરવ, સાંસ્કૃતિક ચિંતન પ્રત્યેની ભારતીય પ્રજાની નબળાઈ, નબળી અને દષ્ટિવિહિન રાજાશાહી, શાહુકારો અને વ્યાજખોરો, સાધુસંતોના લંપટવેડા વગેરેથી ખદબદતા સમાજ સામે આ લોકો પ્રજાને સાચું સુખ આત્મગૌરવ, દેશાભિમાન આપવાને બદલે નબળી માનસિકતા, આત્મહનન અને નિર્બળતા તરફ દોરી જાય છે. ભારતીય જગતમાં મહાત્મા ગાંધી, વિનોબાજી, નહેરુ, મેઘાણી, સરદાર વગેરેના પત્રોમાંથી જેમ ભારતીય ઈતિહાસ અને માનવજાતનું ગૌરવ મળે છે એમ વિવેકાનંદજીના આ અને અન્ય અસંખ્ય પત્રોમાંથી વિશ્વબંધુત્વ, માનવપ્રેમ, માનવીય ગૌરવ અને ભારતીય અધ્યાત્મયાત્રાનો સાચો ઉદય થતો જોઈ શકાય છે. ભારતીય ચિંતકો અને તત્વજ્ઞાનીઓ- ચરિત્ર સાહિત્યજગતમાં તેઓની આત્મકથા, ચરિત્રકથા કે અન્ય સર્જકોએ કરેલા રેખાચિત્રોમાંથી ઊપસતા હોય છે. ત્યારે સ્વામી વિવેકાનંદજીનું જગદગુરુનું સ્વરૂપ ઊપસી આવે છે. 
વિવેકાનંદજીના આદર્શ સમા બે શબ્દો કહિયે તો---

જુઓ ચાલી થોડું, જ્યહીં અટકી જાઓ, પછી ય છે.
…………………. ઉવેખાયું એવું બીજું જગત, ત્યાં પાદ મૂકજો.
તમે સામે ચાલી ખબર પૂછજો, આંસુ લૂછજો,
…………………… પરંતુ એને તો તમ જરૂર કૈંક બીજુ ય છે;
ન મૂળે પૃથ્વી નો પ્રીતિ પુરવઠો સર્વ પૂરતો,
…………………… વહેંચી લૈયે તો ચપટી જ મળે; ના પણ મળે,
હવે ટાણું આવ્યું, તું તવ મરજાદાથી નીકળે
………………………… થઈ જા તું થોડો અધિક જગપ્રીતિથી ઝૂરતો
કરે છે તેથી તું કર હજી બધુ થોડુંક વધુ,
………………………. ઉછાળી દે આભે અરપણ કરી બ્રહ્મનું પદુ !
સ્વામી વિવેકાનન્દ 12 જાન્યુઆરી 1863 ના રોજ થયો હતો અને એક નાના બાળક તરીકે તેઓ નરેન  તરીકે ઓળખાતા. સંત રામકૃષ્ણના મિલન બાદ તેમના જીવનના સમગ્ર અભ્યાસક્રમમા  બદલાવ આવેલ છે. જ્યારે તેમના માર્ગદર્શક  શ્રી રામકૃષ્ણના 1886 માં મૃત્યુ બાદ, નરેન્દ્ર ભટકતા સંન્યાસી બન્યા  છે અને નામ વિવેકાનંદ ધારણ કર્યુ.   બાદમાં, તેમણે યોગ્ય શિક્ષણ દ્વારા ભારતીય જનતા સેવા કરવાનુ વિચાર્યુ.
1893 માં તેમણે શિકાગો ખાતે ધર્મોની વિશ્વ સંસદ પ્રથમ સત્ર હાજરી આપી હતી.તે  પ્રસંગે માન્યતા છે કે તેમનું યુનિવર્સલ ભાષણ સહિષ્ણુતા અને તમામ ધર્મો ના આત્મજ્ઞાન માટેના  માર્ગો   તરીકે કે હિન્દૂ માર્ગ ની તરફેણ ની  પ્રેક્ષકો પર નોંધપાત્ર અસર પડી હતી.સ્વામી વિવેકાનંદે પશ્ચિમમાં કરેલા કાર્યની પ્રશંસા અર્થે કલકત્તાના ટાઉનહોલમાં, તારીખ પમી સપ્ટેમ્બર, ૧૮૯૪ના રોજ ભરાયેલી સભાના પ્રમુખ રાજા પ્યારીમોહન મુકરજી ઉપર તારીખ ૧૮મી નવેમ્બર ૧૮૯૪ના રોજ લખાયેલ પત્ર અંશ પ્રસ્તુત છે----
મારા ખ્યાલ પ્રમાણે ભારતનાં પતન અને અધોગતિનું એક મહાન કારણ પ્રજાની આસપાસ ઊભી કરવામાં આવેલી રૂઢિની દીવાલ છે; વળી આ દીવાલ બીજાના તિરસ્કારના પાયા ઉપર ચણાઈ હતી.જો ભારત ફરીથી પોતાને ઉન્નત બનાવવા માગતું હોય તો તેણે પોતાનો જૂનો ખજાનો બહાર લાવીને દુનિયાની પ્રજાઓમાં છૂટે હાથે વહેંચી દેવો જોઈએ, અને બદલામાં બીજાઓ પાસેથી તેઓ જે આપી શકે તે લેવા તૈયાર રહેવું જોઈએ.વિસ્તાર એ જીવન છે, સંકુચિતતા એ મૃત્યું છે; પ્રેમ એ જીવન છે, ધિક્કાર એ મૃત્યું છે.આપણે દુનિયાની બધી પ્રજાઓ સાથે ભળવું જોઈએ. જેઓ વહેમો અને સ્વાર્થના પોટલાં જેવા છે, અને જેમના જીવનનું એક માત્ર ધ્યેય ગમાણમાંના કુતરા જેવું લાગે છે, તેવા સેંકડોના કરતાં જે દરેક હિંદુ પરદેશમાં મુસાફરીએ જાય છે તે પોતાના દેશને વધુ ફાયદો કરે છે.રાષ્ટ્રીય જીવનની જે અદભુત ઈમારત પાશ્ચાત્ય પ્રજાઓએ ઊભી કરી છે તે તેમના ચારિત્ર્યના મજબૂત થાંભલાઓને અધારે ઊભી છે; જ્યાં સુધી આપણે તેવા સંખ્યાબંધ ચારિત્ર્યવાન માણસો પેદા ન કરી શકીએ ત્યાં સુધી આ કે તે સત્તા સામે બખાળા કાઢવા નિરર્થક છે.જે લોકો બીજાને સ્વતંત્રતા આપવા તૈયાર નથી તેઓ પોતે સ્વતંત્રતાને લાયક છે ખરા ?નિરર્થક બખાળા કાઢવામાં આપણી શક્તિઓને વેડફી નાખવાને બદલે, શાંતિથી અને હિંમતથી કામે લાગી જઈએ. હું તો સંપૂર્ણપણે એમ માનું છું કે જે જેને માટે યોગ્ય છે તેને તે મેળવતાં દુનિયાની કોઈ પણ સત્તા રોકી શકે નહીં.ભૂતકાળ જરૂર મહાન હતો, પણ હું અંતરથી માનું છું કે ભવિષ્ય તેથીયે વધુ ઉજ્જ્વળ બનશે.
 ૨૩મી જૂન, ૧૮૯૪ના રોજ સ્વામી વિવેકાનંદ શિકાગોથી  મૈસૂરના મહારાજાને લખેલો પત્રનો થોડા પ્રસ્તૂત  છે જનતા પ્રત્યેની આપણી ફરજ ભારતના બધાં અનિષ્ટોનું મૂળ ત્યાંના ગરીબોની સ્થિતિમાં છે. પશ્ચિમમાં ગરીબો શયતાનો છે; તેને મુકાબલે આપણે ત્યાંના ગરીબો દેવતાઓ જેવા છે. તેથી આપણા ગરીબોને ઊંચા લાવવાનું કામ વધારે સરળ છે.આપણા નીચલા વર્ગને માટે એક જ સેવા કરવાની છે; ગરીબોને કેળવણી આપવાની અને તેમના ગુમાવેલા વ્યક્તિત્વને પાછું વિકસાવવાની.બ્રાહ્મણોની સત્તા અને પરદેશી આક્રમણે સૈકાંઓ સુધી તેમને ચગદી રાખ્યા છે; પરિણામે ભારતના ગરીબ લોકો પોતે જીવતા જાગતા મનુષ્યો છે એ હકીકત જ ભૂલી ગયા છે.દરેક પ્રજાએ, દરેક પુરુષે અને દરેક સ્ત્રીએ પોતાનો ઉદ્ધાર પોતે જાતે જ કરવો જોઈએ. તેમને વિચાર કરતા બનાવો. તેમને એટલી જ સહાયની જરૂર છે; બાકીનું, પરિણામરૂપે આપોઆપ બહાર આવશે જ.ભારતમાં એટલી બધી ગરીબાઈ છે કે એ બિચારા છોકરાઓ નિશાળમાં ભણવા જવાને બદલે ખેતરના કામમાં પોતાના બાપને મદદ કરવા જશે, અગર બીજી રીતે આજીવિકા મેળવવાનો પ્રયાસ કરશે.પર્વત મહમદ પાસે ન આવે તો મહમદે પર્વત પાસે જવું જોઈએ. જો ગરીબ છોકરો વિદ્યા મેળવવા ન આવી શકે તો વિદ્યાને તેની પાસે પહોંચાડવી જોઈએ.દેશમાં આને માટે મદદ માગ્યા છતાં ધનાઢ્ય લોકો પાસેથી કંઈ પ્રોત્સાહન ન મળવાથી આપ નામદારની મદદથી હું આ દેશમાં આવ્યો. ભારતના ગરીબ લોકો જીવે કે મરે તેની અમેરિકનોને કશી જ પડી નથી; અને જો આપણા દેશના લોકો જ પોતાના સ્વાર્થ સિવાય બીજું કંઈ જોતા નથી, તો અહીંના લોકો શા માટે તેમની પરવા કરે? આ જીવન ટૂંકું છે અને તેના તુચ્છ મોજશોખો ક્ષણિક છે. જેઓ બીજા માટે જીવે છે તેઓ જ ખરેખર જીવે છે, બાકીના તો જીવતા કરતાં વધુ મરેલા છે.
 સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે --------સફળતા વિષેના સ્વામી વિવેકાનંદના વિચારો
દૃઢતાપૂર્વક આગળ વધો. અત્યાર સુધીમાં આપણે અદભુત કાર્યો કર્યા છે. બહાદુરો ! આગળ ધપો. આપણે સિદ્ધિ પ્રાપ્ત કરીશું જ !. અનંત ધૈર્ય, અનંત પવિત્રતા અને અનંત ખંત, એ જ કોઈ પણ શુભ કાર્યમાં સફળતા પ્રાપ્ત કરવાનું રહસ્ય છે.. હિંમત રાખો અને કાર્ય કર્યે જાઓ. ધીરજ રાખવી અને દૃઢતાથી કાર્ય કરવું, એ જ એક માત્ર માર્ગ છે. આગળ ધપો; અને યાદ રાખજો કેજ્યાં સુધી તમે પવિત્ર અને સિદ્ધાંતો પ્રત્યે નિષ્ઠાવાન હશો ત્યાં સુધી નિષ્ફળતા કદી નહિ સાંપડે. કોઈ પણ કાર્યને સફળતા મળતાં પહેલાં સેંકડો મુશ્કેલીઓમાંથી પસાર થવું પડે છે. જેઓ ખંતથી મંડ્યા રહે છે તેમને સફળતા પ્રાપ્ત થાય છે, પછી વહેલી કે મોડી.. આજ્ઞાપાલન, તત્પરતા અને કાર્ય માટે પ્રેમઃ જો તમારામાં આ ત્રણ હશે, તો તમારી પ્રગતિને કંઈ પણ રોકી નહિ શકે.છાયા અને ફળ બંનેવાળું હોય તેવા મહાન વૃક્ષનો આશરો લેવો જોઈએ; છતાં જો ફળો ન મળે તો પણ આપણને છાયાની મોજ માણતાં કોણ રોકે છે?’ મહાન પ્રયાસો પણ તેવા જ વિચારથી કરવા જોઈએ, તે આનો સાર છે.કોઈ પણ અધીરો માણસ કદી પણ સફળતા મેળવી શકે નહિ. વિજય કે પરાજયની પરવા ન રાખો. સંપૂર્ણ નિઃસ્વાર્થ ઈચ્છા સાથે જોડાઈ જઈને કાર્ય કરો. એટલું જરૂર જાણજો કે જે માણસ ફતેહ પામવાને સર્જાયો હોય છે, તે પોતાના મનને પ્રબળ ઈચ્છાશક્તિ જોડે સાંકળે છે અને ખંતથી મંડ્યો રહે છે. નિરાશ ન થશો. અમૃત પીવા ન મળતું હોય તો ઝેર પીવું જોઈએ એવું કંઈ જ નથી.ધ્યેયની સાથે સમગ્ર જીવન છે; મદદ માત્ર એક ઈશ્વરની, બીજા કોઈની નહિ. સફળતાની એ જ ચાવી છે.
અંતે એટલું જ કહીશ કે----
ચાર મુસાફરો એ ઊંચી દીવાલ પાસે આવ્યા. પહેલો મુશ્કેલીથી તેની ઉપર ચડી ગયો અને પાછું જોયા વિના બીજી બાજુએ કૂદી પડ્યો. બીજો માંડ માંડ દીવાલ ઉપર ચડી ગયો, આજુબાજુ જોયું અને પછી આનંદની બૂમ મારીને દીવાલ પાછળ અદશ્ય થયો. ત્રીજો પણ ઉપર ચડ્યો; પોતાના આગલા સાથીદારો ક્યાં ગયા તે જોયું અને આનંદથી ખડખડાટ હસ્યો તથા તેમની પાછળ ગયો. પણ ચોથો પોતાના સાથીદારોનું શું થયું તે કહેવા માટે પાછો આવ્યો. માયાની દીવાલ ઓળંગીને પેલે પાર ગયેલા મહાનુભાવો પાસેથી આવતું હાસ્ય એ માયાની દીવાલને પેલે પાર કંઈક છે તેની આપણને મળતી નિશાની છે.વિવેકાનંદજી માટે કહી શકાય કે---

No comments: