Monday, December 27, 2010

ગુજરાત અને ગ્રામ વિકાસ

આઝાદી પછી હિન્દુસ્તાનના છછ દાયકા સુધી કૃષિ ક્ષેત્ર અને ખેડૂતોની સમસ્યાનું સમાધાન કોઇ શોધી શકયા નથી ત્યારે ગુજરાતે આ બધી જ સમસ્યાનું સમાધાન લાવી આપ્યું છે. ર૧મી સદીમાં જમીન અને પાણી, આબોહવા અને પર્યાવરણની સ્થિતિ જોતાં ચીલાચાલુ ખેતી કે પશુપાલન પોષણક્ષમ બનવાના નથી એ હકીકત આધુનિક ખેતી માટે કિસાન શક્તિ-શ્રીમંત, સંપન્ન, પ્રયોગશીલ ખેડૂતો ઉપરાંત નાના-સિમાંત ખેડૂતો અને યુવા કિસાનોનું સશક્તિકરણ કરવાના વિશેષ પ્રયાસો હાથ ધર્યા છે, ગરીબ કિસાન પરિવારો પણ ખેતીમાં અને પશુપાલનમાં પગભર થયા.રાષ્ટ્રનો કૃષિ વિકાસ દર માંડ ૪ ટકાએ પહોંચ્યો છે ત્યારે ગુજરાતે ૧૦ ટકાનો કૃષિ વિકાસ દર હાંસલ કર્યો છે. રાજ્યના જુદા જુદા વિસ્તારોની ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી કૃષિ, બાગાયત, ડેરી, પશુપાલન ક્ષેત્રે પરિણામલક્ષી કામગીરી હાથ ધરાઇ છે. હવે ભારતના તમામ કૃષિ નિષ્ણાંતો અને અર્થશાસ્ત્રીઓ ગુજરાતના પ્રયોગની પ્રસંશા કરતા અન્ય રાજ્યોને પણ પ્રેરિત કરવા લાગ્યા છે. ગુજરાતના કિસાનોએ ઉમંગભેર ચેતના જગાવી છે.તે બતાવે છે કે ગુજરાતના કિસાનો કૃષિ ક્ષેત્રે પરંપરાગત કૃષિ છોડીને પ્રગતિશીલ બની વૈજ્ઞાનિક ખેતીવાડી અને પશુપાલન અપનાવી સમૃદ્ધિના માર્ગે આગળ વધતા જ રહ્યા છે.










‘‘એક જમાનામાં ઉત્તમ ગણાતી ખેતીની એવી દુર્દશા કે ખેતી એટલે નબળા વર્ગનું કાર્ય બની ગયું પરંતુ ગુજરાતે ગ્રામ સમાજમાં ખેતી માટે એવી સામાજિક ક્રાંતિની ચેતના જગાવી કે આજે ગ્રામ યુવાશક્તિ કૃષિક્ષેત્રે પ્રશિક્ષણ મેળવવા સતત ઉત્સુક છે અને ખેતીને પ્રાથમિકતા આપે છે.’’
છેલ્લા પાંચ વર્ષમાં કૃષિ ઉત્પાદન રૂ. ૯૦૦૦ કરોડથી વધીને રૂ. ૪૮૦૦૦ કરોડ થયું છે એ કૃષિની સિદ્ધિ છે. કૃષિ વૈજ્ઞાનિકોના માર્ગદર્શનને કારણે આદિવાસી ખેડૂતો શાકભાજીની ખેતી કરી આર્થિક ઉપાર્જન મેળવે છે. વલસાડ જિલ્લો કારેલા, દુધી ક્ષેત્રે અગ્રેસર છે. ગ્રીડીંગ વેલ્યુએડિશન થકી ખેડૂતોને વધારે ફાયદો થયો છે.
ખેતી સાથે પશુપાલન પુરક વ્યવસાયે પણ ખેડૂતોને આર્થિક ક્ષેત્રે સદ્ધરતા બક્ષી છે. દક્ષિણ ગુજરાતના સાતેય જિલ્લામાં ખેતી-પશુપાલન ક્ષેત્રે અગ્રેસર છે આગામી
ગુજરાતમા છેલ્લાં એક દાયકામા જે વિકાસ થયો છે તેનાથી ઇઝરાયેલ ખુબ પ્રભાવિત છે. ખેતી અને ડેરી ઉદ્યોગ સિવાય સ્ટુડન્ટ એક્સ્ચેન્જ પ્રોગ્રામ અને સાંસ્કૃતિક અદાન પ્રદાન વિષય પર પણ ઇઝરાયેલ ગંભીરતા પૂર્વક વિચારી રહ્યં છે. ગુજરાતની જેમ જ ઇઝરાયેલમા પણ ડાયમન્ડ ઇન્ડસ્ટ્રીઝ મોટા પાયે વિક્સી છે. જેનાથી યહૂદીઓ અને ગુજરાતીઓ વારંવાર મળતા હોવાથી એક બીજાના ગાઢ પરિચયમા આવ્યા છે.
આગામી ૨૦૧૧ સુધીમાં ગુજરાતનો તમામ ક્ષેત્રે વિકાસ થાય અને પ્રત્યેક નાગરિક એ માટે કટિબધ્ધ થાય એટલું જ નહીં પોતાનું નાનુ મોટુ યોગદાન આપવા સંકલ્પબધ્ધ થાય ત્યારે જ ગુજરાત ખરા અર્થમાં ર્સ્વિણમ ગુજરાત બની રહેશે.

No comments: